ગાંધીધામ, તા. 3 : આદિપુર અને અંજાર તાલુકાના મેઘપર બોરીચીને જોડતા અને દિવસમાં અનેક વખત બંધ થતાં રેલવે ફાટકના કારણે ગંભીર દર્દીઓના જીવ ગયા હોવાની ઘટના અનેક વખત બહાર
આવી છે, પરંતુ આજે
પરિવારજનોની વિનંતીથી રેલવેના અધિકારીઓએ ફાટક ખોલીને એમ્બ્યુલન્સને રસ્તો આપતાં
દર્દીને સમયસર સારવાર મળી હતી. મેઘપર બોરીચીના
વિસ્તારમાંથી હાઈ બીપી અને હૃદયની બીમારીથી
પીડાતા દર્દીને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ લઈ જવાતા
હતા. આ દરમ્યાન ફાટક બંધ થઈ ગયું હતું, ગભરાયેલા
પરિવારની મહિલાએ ફાટક ખોલવા મેઘપર બોરીચી સદસ્ય સમિતિના યોગેન્દ્રસિંહ જાડેજાન ઁવિનંતી કરતાં ફાટક ઉપર તૈનાત કર્મચારી
સૂરજકુમાર દ્વારા રેલવે અધિકારી સેવારામ મારૂને રજૂઆત કરતાં અધિકારીની ફાટક ખોલવાની
સૂચનાથી એમ્બ્યુલન્સને રવાના કરાઈ હતી. ફાટક
બંધ થઈ ગયું હોવાથી એમ્બ્યુલન્સ પહેલાં વાહનોની
કતાર પણ ઘણી હતી, પરંતુ વાહનચાલકોએ ત્વરિત રસ્તો કર્યો હતો. આ કાર્યવાહીમાં ટીઆરબી
જવાન સાયરા જત, ઈરફાન
લોઢિયા અને અલ્ફાજ લંઘાએ સહયોગ આપ્યો હતો.
લોકોએ રેલવે અધિકારી, કર્મચારી અને ટીઆરબી જવાનોને બિરદાવ્યા
હતા.