નવીનાળ, 12 : અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ
કોપરના સી.એસ.આર. બજેટ હેઠળ નવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ-નવીનાળના સહયોગ થકી
કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જૈન મહાજન
વાડી-નવીનાળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
રક્ષિતભાઈ શાહનું ઢોલ, શરણાઈથી સ્વાગત કરાયું હતું, જેમાં 900થી વધુ
ગ્રામજન જોડાયા હતા. ગામને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાની પણ જાહેરાત કરાઈ હતી. આ
તમામ પ્રોજેક્ટમાં મજબૂત ફ્લોરની સુવિધા સાથે બાંધકામની યોજના છે, જેથી વરસાદની
મોસમમાં ઉપયોગ થઈ શકે. આ શેડ્સનું નિર્માણ
આધુનિક તકનીકથી કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ્સ સ્થાનિક રોજગારી થકી કરવામાં આવશે.
આ પ્રસંગે અદાણી પોર્ટસના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે,
અદાણી ફાઉન્ડેશન હંમેશાં સંવેદનશીલ રહ્યું છે, અમે માનીએ કે દરેક વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ મેળવવાનો સમાન અધિકાર છે.
ગામના દરેક સમાજ અને દરેક વ્યક્તિના જીવનને સુખી, સુરક્ષિત
અને સમૃદ્ધ બનાવવાની જવાબદારીને ફાઉન્ડેશન ગંભીરતાથી લે છે. અદાણી ફાઉન્ડેશન
નવીનાળ ગામ અને તેના ગામજનોની સતત પડખે ઊભું રહ્યું છે. વધુમાં તેઓએ આહ્વાન કર્યું હતું કે, હવે લોકો કંપની જોડે સીધા જ જોડાઓ, જેથી પ્રોજેક્ટ્સ
સ્થાનિક જરૂરિયાતો અનુસાર જ રચાય અને તેનો લાંબાગાળાનો લાભ મળે. આવનાર
સમયમાં અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કારવાનો
પ્રોજેક્ટ હાથ ધરશે. તદુપરાંત મોડેલ વિલેજ હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ
કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સમાજોપયોગી બાંધકામ ગઢવી સમાજ, શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજના સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ તથા આશાપુર મા મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યા છે.
ગઢવી સમાજ ખાતેનો શેડ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે,
જેમાં સમાજના સભ્યો તેમના પરંપરાગત તહેવારો અને બેઠકોનું આયોજન કરી
શકશે. આ સાથે મુસ્લિમ સમાજનો શેડ, આશાબા પીર દરગાહનો શેડ,
જેસલપીર દાદાના મંદિરનો શેડ, દેવીપૂજક સમાજનો
શેડનું પણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવીનાળના નટુભા જાડેજા
(માજી સરપંચ), ફકીરમામદ
સમેજા (માજી ઉપ-સરપંચ), ભરતાસિંહ જાડેજા (મુંદરા તા.પં.
સદસ્ય) તેમજ ગામના સામાજિક અગ્રણીઓ રાણુભા જાડેજા, ગજુભા
જાડેજા, શંભાસિંહ જાડેજા, ભાવેન્દ્રાસિંહ
જાડેજા, ક્રિપાલાસિંહ જાડેજા, દિલીપાસિંહ
જાડેજા, કાલુભા ચાવડા, મણિલાલ મહેશ્વરી,
રાણશી થારુ, ડાયાલાલ મહેશ્વરી, વાલજી ગઢવી, પાલુભાઈ ગઢવી, સ્વરાજાસિંહ
જાડેજા, જયંતી પટ્ટણી, નીલેશ વોરા
ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વેએ કંપનીના સામાજિક કર્યોને બિરદાવ્યું હતું અને
જણાવ્યું હતું અને એકમેકને પૂરક રહી વિકાસના કામોમાં સહભાગી થવાની નેમ લીધી હતી.
કાર્યક્રમનું સંચાલન કરસન ગઢવી (અદાણી ફાઉન્ડેશન), વાલજી
ગઢવી (સામાજિક આગેવાન નવીનાળ) તેમજ આભારવિધિ
ક્રિપાલાસિંહ જાડેજા (યુવા આગેવાન નવીનાળ)એ કરી હતી.