• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અંજારમાં આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમ

ગાંધીધામ, તા. 12 : અંજાર આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં લોકોને વાહનવ્યવહારના નિયમન તથા માર્ગ સુરક્ષા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત અંજાર આરટીઓ કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા અને શહેર પોલીસ ટ્રાફિક વિભાગના અધિકારી, સામખિયાળી ટોલ પ્લાઝા મેનેજર શૈલેષ રામી, અંજાર બસ ડેપો મેનેજર શ્રી શામરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ માર્ગ સલામતી માટે વિવિધ આયામો ઉપર પ્રકાશ પાડયો હતો. આ ઉપરાંત આરટીઓ ઈન્સ્પેક્ટર ડી.પી. પટેલે  સરકારની રાહવીર અને હિટ એન્ડ રન યોજના અંગે માહિતી આપી હતી. અંતમાં ઉપસ્થિતોએ  ટ્રાફિક નિયમોનુ પાલન કરવાના શપથ લીધા હતા. આ ઉપરાંત નગાવલાડિયા પ્રાથમિક શાળા, ગળપાદર માધ્યમિક શાળા અને માથક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આગામી મકરસંક્રાતિને લઈને માર્ગ સલામતીના રાહવીર યોજનાની વિગતો સાથેના પતંગો વિતરણ કરવામાં આવ્યા હતા. શાળાઓમાં છાત્રોને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા વાહન ચાલવતી વખતે હેલ્મેટ પહેરવું, ગાડીમાં સીટબેલ્ટ બાંધવાનું મહત્ત્વ સમજાવ્યુ હતું તેમજ રસ્તા ઉપર ચાલતી વખતે સાવચેતીરૂપ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડયો હતો.

Panchang

dd