ભચાઉ, તા. 12 : ભચાઉ
તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 27 કરોડના ખર્ચે વિવિધ વિકાસનાં
કામોનું ખાતમુહૂર્ત અગ્રણીઓ તેમજ ભાજપના પદાધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના પ્રમુખસ્થાને વિકાસકાર્યોનો
કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાપર મતવિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
બહાદુરાસિંહ જાડેજાએ વિકાસકાર્યોને આવકારતાં શુભેચ્છા પાઠવી હતી. ભચાઉના વીજપાસર
ગામે વોંધ રોડનું રૂા. 2.50 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત જિલ્લા
પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, ગોપાલક બોર્ડના પૂર્વ
ચેરમેન અરજણભાઈ રબારી, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ આહીર,
ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા ઉપપ્રમુખ ભરતાસિંહ જાડેજા,
ભયાઉ એપીએમસી પ્રમુખ વાઘુભા જાડેજા સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો
અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામ્ય
વિસ્તારોમાં માર્ગ સુવિધા અને આધારભૂત માળખાંમાં નોંધપાત્ર સુધારો થશે તેવી આશા
વ્યક્ત કરવામાં આવી હતી. સાથેસાથે વીજપાસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂા.
18 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી
હતી. આ વેળાએ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પરબત જગા ચાવડા, ભયાઉ જમીન વિકાસ બેંકના
ડાયરેકટર નરેન્દ્રાસિંહ જાડેજા (કુંભારડી), માય ગામના સરપંચ
ગોવિદભાઈ વાણિયા, વીજપાસરના વિક્રમાસિંહ જાડેજા, મોરગર સરપંચ રાજેશ આહીર તેમજ બાનિયારી, ભુજપર,
સુખપર, લુવણા, દુધઈ
વગેરે ગામના સરપંચો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના
સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોરગરમાં
ધારાસભ્યો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં
કાર્યક્રમનું આયોજન થયું હતું. ગામમાં 1.40 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક
શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
210 લાખના
ખર્ચે મોરગર -દેશલપર નવો રોડ તથા સો લાખના ખર્ચે મોરગરના આંતરિક સીસીરોડનાં કામનું
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા માર્ગોનાં નિર્માણથી દેશલપર ગામને તાલુકા અને
આસપાસના વિસ્તારો સાથે ઝડપી અને સુરક્ષિત માર્ગ જોડાણ મળશે. વાહનવ્યવહાર સરળ બનશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી, તેમજ વરસાદની સિઝનમાં
કાદવ કીચડથી ગ્રામજનોને રાહત મળશે તેવું અગ્રણીઓએ કહ્યું હતું.