તસવીરમાં નાની બાળા પોતાના માથે
બચેલી સામગ્રી પોટલામાં બાંધી કાટમાળ પરથી પસાર થતી જોઈ શકાય છે : ભૂકંપ બાદ
લોકોના સંઘર્ષ અને જીવતરની ઝઝૂમતી હકીકત દર્શવતી આ તસવીરે ભૂકંપના વર્ષો વીત્યાં
પછી પણ એ ઘટમાળ યાદ અપાવી દીધી. ભૂકંપથી અનેક મકાનો ધરાશાયી થયાં હતાં, અનેક પરિવારો ઉજડયા.
રાહત - બચાવ કામગીરી દેશ - વિદેશથી કચ્છમાં
પહોંચી. દિવસો પછી મહિનાઓ અને
વર્ષો વીત્યાં પછી આજે નવસર્જિત કચ્છ વિકાસની હરણફાળ ભરતો અવ્વલ જિલ્લો બન્યો છે
ત્યારે આ તસવીર `રુક જાના નહીં તું હાર કે....' ગીતના બોલ બોલતી હોય
તેવું લાગે! : (માજી
શિક્ષક અલીમામદ હારૂન ચાકીએ આ હકારાત્મક તસવીર અને સંદેશો આપ્યો હતો.)