• બુધવાર, 19 નવેમ્બર, 2025

માંડવી તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ શિલ્પાબેન નાથાણીને સોંપાયો

કોડાય (તા. માંડવી), તા. 18 : માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઇ કિશોરભાઇ ગઢવી સામાજિક કારણોસર 15 દિવસ બહાર જતાં ઉપપ્રમુખ શિલ્પાબેન પી. નાથાણીને  પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. શિલ્પાબેન નાથાણીનું સન્માન તાલુકાના રાજકીય-સામાજિક આગેવાનો અને મસ્કાના ગ્રામજનોએ  કર્યું હતું. કેવલભાઇ ગઢવીએ  પોતે અનિવાર્ય સંજોગોને કારણે 15 દિવસ બહાર જતાં ઉપપ્રમુખને ચાર્જ સોંપાયો  છે તેમ કહી તેમને  આવકાર્યા હતા. શિલ્પાબેનએ મહિલા સશક્તિકરણને જોમ આપતાં છેવાડાના માનવીને ન્યાય મળે, સમસ્યા હલ થાય તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઇ ગઢવી, કેવલભાઇ ગઢવી, લક્ષ્મીશંકર જોષી, કીર્તિભાઇ ગોર, જીવરાજભાઇ ગઢવી, કાંતાબેન શિરોખા, દેવાંગભાઇ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, કેશવજી રોશિયા, વિરમ ગઢવી, ખીમરાજ ગઢવી, નીલેશ મહેશ્વરી, જગદીશ મહેશ્વરી, દિપેશ જોશી, અરવિંદસિંહ જાડેજાસુરેશ સંઘાર, ધનરાજ ગઢવી, તા.વિ.અ. ઇશ્વર માજીરાણા, મુકેશ વાસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd