• બુધવાર, 19 નવેમ્બર, 2025

પરિશ્રમ અને પરસેવો જ સફળતાનો સચોટ માર્ગ છે

ભુજ, તા. 18 : કામધેનુ યુનર્વિસટી, ગાંધીનગર અંર્તગત પશુચકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજ દ્વારા તા. 18-19 નવેમ્બર દરમિયાન આયોજિતબે દિવસીય ર્સ્પધામાં આંતર-મહાવદ્યાલય સ્તરની સાંસ્કૃતિક સાહત્યિક અને લલતિ કલા ર્સ્પધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ વેટરનરી, ડેરી તથા ફિશરીઝ સાયન્સ કોલેજોમાંથી અંદાજે 400 વિદ્યાર્થી તેમજ 40 પ્રાધ્યાપક ભાગ લઇ રહ્યા છે, કુલ 15 જેટલી વિવિધ ર્સ્પધાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક અધ્યક્ષ તરીકે ઉપસ્થતિ રહ્યા હતા, જ્યારે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ દેશમુખ મુખ્ય અતિથિ રહ્યા હતા સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલક મનોજભાઈ સોલંકી વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા.  ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. ટાંકે ભુજ શહેર અને કચ્છના નાગરિકો તરફથી વેટરનરી કોલેજને મળતા સતત સહયોગ બદલ આભાર વ્યક્ત ર્કયો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે ઙ્ગ પરશ્રિમ અને પરસેવો જ સફળતાનો સચોટ ર્માગ છે, ઙ્ઘ તો દિલીપ દેશમુખે અંગદાનનું મહત્વ સમજાવી તમામ યુવા વિદ્યાર્થીઓને અંગદાન માટેના ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા પ્રેરણા આપી હતી. વલમજીભાઈ હુંબલે વિદ્યાર્થીઓ સમક્ષ કચ્છ ડેરીના વિકાસની સફર ર્વણવી હતી તથા કચ્છમાં પશુચકિત્સા ક્ષેત્રમાં ઉપલબ્ધ ઉજળી વ્યાવસાયકિ તકો વિશે ર્માગર્દશન આપ્યું હતું. ડૉ. મનોજભાઈ સોલંકીએ કામધેનુ યુનર્વિસટી હેઠળ નવી સ્થાપિત કોલેજની ઝડપી પ્રગતિ અને સેવા વિસ્તરણની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે કોલેજની હરીફાઈની સાથે સાથે અંગદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું અને બધા વિધાર્થીઓને અંગદાન માટે પ્રતિજ્ઞા અને રજીસ્ટ્રેશન માટે દિલીપદાદાએ પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર ર્કાયક્રમમાં રજીસ્ટ્રાર ડૉ. પ્રકાશ કારિંગા, કોલેજના પ્રિન્સિપાલ ડો. જે. એસ. પટેલ, સ્ટુડન્ટ વેલ્ફર ડાયરેકર ડૉ. બી. એન. પટેલ, કાર્યક્રમના કન્વીનર ડૉ. એચ. બી. પટેલ સહિત કચ્છના અગ્રણીઓ, પ્રાણીપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, પ્રબુદ્ધ નાગરીકો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd