• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ભચાઉમાં જીવદયા ક્ષેત્રે દર વર્ષે એક લાખ વાપરવાની જાહેરાત

ભચાઉ, તા. 30 : દર વર્ષે જીવદયાનાં કાર્યો માટે એક લાખ વાપરવાની જાહેરાત કરીને અહીંના મુનિ સુવ્રત સ્વામી જિનાલયની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માતા મોઘીબેન વિજપાર નોંધા સત્રા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મેઘદૂત કોમ્પલેક્ષ મધ્યે ધ્વજારોહણ નિમિત્તે આધ્યાત્મ યોગી કલાપૂર્ણસૂરિશ્વરજીના શિષ્ય ભગવંત મુક્તિચંદ્ર અને ભગવંત મુનિચંદ્રસૂરિશ્વરના શિષ્ય રત્ન મુક્તિમનન અને અન્ય સાધુ તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં  ઉજવણી કરાઈ હતી. વિધિકાર દીપકભાઈ કોઠારી (મુંબઈ) અને અન્ય શહેરોથી પધારેલા મહેમાનોના સંગાથે યોજાયેલા કાર્યક્રમમાં 18 અભિષેક અને 17 ભેદી પૂજા કરાઈ હતી. ટ્રસ્ટી ખીમજીભાઈ સત્રા, રીતેષભાઈ, રાજીવભાઈ, વૈશાલી ગડા, મહેશભાઈ શાહ, નાનુભાઈ ગઢેચા, મનીષભાઈ શાહ તથા અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગે ભગવંત કલ્પતરૂસૂરિશ્વરજીની પ્રેરણાથી જીવદયાનાં કાર્ય માટે દર વર્ષે એક લાખ રૂપિયા વાપરવાની જાહેરાત કરાઈ હતી, જેમાં વાગડની પાંજરાપોળ અને અન્ય ગામોને આવરી લેવાની વાત કરાઈ હતી.    

Janmadin Vishesh Purti

Panchang