નખત્રાણા, તા.
24 : બાગાયતી ફળોમાં ગણાતો રાજા અને સ્વર્ગનું ફળ કેરી (આંબા)ના પાકને પ્રતિકુળ હવામાનના
કારણે ઉત્પાદનને માઠી અસર થવા પામી છે. ખેડૂત સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વરસની મોસમમાં
કેસર કેરીનું ઉત્પાદન માંડ 20થી 25 ટકા થશે તેવી આશા સેવાઈ છે. નખત્રાણા ભારતીય કિસાન
સંઘ સમિતિના પ્રમુખ જગદીશભાઈ કેશરાણીના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી માસ દરમ્યાન કેરીના
વૃક્ષોમાં મોર પુષ્કળ પ્રમાણમાં આવતા ચાલુ વરસે કેરીનો પાક મબલક થવાની આશ જગાવી હતી
પણ તે પછીના સમય દરમ્યાન ઝાકળના કારણે ફુલમાં ગળો નામના રોગનું ઉપદ્રવના કારણે ફાલ
ઓછો લાગ્યો હતો. તે પછી સતત લુ, ગરમી અને વેગીલા પવનના કારણે
નાની કેરીના ફળો વૃક્ષોમાંથી ખરી પડવાના કારણે ઉત્પાદનમાં મોટો ઘટ્ટ થવા પામ્યું છે.
શ્રી કેશરાણીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પાકતી કેસર કેરીની સારી ક્વોલિટી,
શોડ, મીઠાશના કારણે દેશના વિવિધ ભાગો તથા વિદેશમાં
ખૂબ માંગ રહે છે. જેના કારણે ખેડૂત ઉત્પાદકો, વેપારીઓને સારી
કમાણી થાય છે. ચાલુ વરસના માંડ 15અ25 ટકા ઉત્પાદનના કારણે ખેડૂતોને આર્થિક મોટું નુકસાન
થશે જેથી આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકાર સમક્ષ કેરીના પાકના
ઓછા ઉત્પાદન બદલ ખેડૂતોને સહાય ચૂકવવા માંગ કરી હતી.