• શુક્રવાર, 25 એપ્રિલ, 2025

મને જમીનમાં હક્ક જોઇએ છે એવું સ્ત્રી વારસદારે જણાવતાં વાંધો ગ્રાહ્ય

ભુજ, તા. 24 : નાયબ કલેક્ટર ભુજ સમક્ષ ખેતીની જમીનમાં હક્ક કમીની નોંધ સામે ત્રી વારસદારે લીધેલો વાંધો ગ્રાહ્ય રહેતાં નોંધ નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસની હકીકત એવી છે કે, ભુજ તાલુકાના ગામ લોરિયાની સીમના રેવન્યૂ સર્વે નંબર 766/38વાળી ખેતીની જમીનમાં વાંધેદાર-ત્રી વારસદાર જોરકુંવરબા સુખાજી જાડેજાનું નામ વારસાઇ હક્કે રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયું હતું, જે વારસાઇ હક્ક, હક કમીના સોગંદનામાના આધારે સ્ત્રી વારસદારનું નામ કની થવા ઇ-ધરા શાખામાં હક્ક કમી થવા કાચી નોંધ દાખલ થઇ, જે કાચી નોંધની નોટિસની બજવણી થતાં ત્રી વારસદાર-જોરકુંવરબા દ્વારા કાઉન્ટર સોગંદનામું રજૂ કરી એવી તકરાર લીધી કે હક કમીનું સોગંદનામું તેમના ભાઇ મહેન્દ્રસિંહ સુખાજી જાડેજાએ રેવન્યૂ રેકર્ડમાં નામમાં ભૂલ સુધારવા અંગેનું છે તેવું જણાવ્યું હતું, પરંતુ તેમને વાંચતા-લખતાં આવડતું નથી તેનો લાભ લઇ હક્ક કમી કરાવી લીધો હતો. બાદમાં નવું સોગંદનામું રજૂ કરી પ્રથમ સોગંદનામું છળકપટથી -ગેરમાર્ગે દોરી અને થયાનું જણાવી અગાઉનું સોગંદનામું રદ કરતું બીજું નવું સોગંદનામું નાયબ કલેક્ટર ભુજ સમક્ષની કાર્યવાહીમાં રજૂ કરાતાં રદ  જાહેર થયેલાં સોગંદનામાંના કારણે કાચી નોંધ એવું તારણ કરી રદ કરી છે કે વાંધેદાર બહેન પોતાનો હક્ક, તેઓ કમી કરાવવા માગતા નથી જેથી તેવી રજૂઆત માન્ય કરી હક્ક કમીની નોંધ નાયબ કલેક્ટરે નામંજૂર કરતો હુકમ કર્યો હતો.  વાંધેદાર તરફથી ભુજના એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત, કોમલ ચંદ્રેશભાઇ ઠક્કર તથા ચિંતલ મહેન્દ્રભાઇ ઠક્કર હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd