ભુજ, તા. 24 : તાલુકાના
લુડિયા ખાતે સરકારી જમીન ઉપરનાં દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ
પટેલ, ભુજ પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવના માર્ગદર્શન હેઠળ વિવિધ
દબાણો તોડીને સરકારી જમીનોને ખુલ્લી કરાઇ હતી.
મામલતદાર એ.એન. શર્મા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા લુડિયામાં ગેરકાયદેસર ઊભા
કરાયેલા કોમર્શિયલ દબાણો તોડીને 10,000 ચો.મી. સરકારી જમીન ખુલ્લી
કરાઇ હતી તેમજ ભુજ શહેર મામલતદાર ડી. કે. રાજપાલના માર્ગદર્શન હેઠળ 1200 ચો.મી. વિસ્તારનાં
દબાણને દૂર કરાયાં હતાં. આ કાર્યવાહી હેઠળ કાચાં દબાણો, દુકાનો,
શેડ, કેબિન વગેરે પણ દૂર કરાયા હોવાનું પ્રાંત
અધિકારી શ્રી જાદવે યાદીમાં જણાવ્યું હતું.