• શુક્રવાર, 25 એપ્રિલ, 2025

બીએસએફનો જવાન ભૂલથી સીમામાં પહોંચતાં પાક સેના દ્વારા કબજો

નવી દિલ્હી, તા. 24 : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 28 જણના જીવ ગયા હતા, ત્યારબાદ મોદી સરકારે પાકિસ્તાન પર કૂટનીતિગત પ્રહાર કર્યો હતો. તે વચ્ચે બીએસએફનો એક જવાન ભૂલથી પંજાબ સીમા પાર કરી જતાં પાકિસ્તાની સેનાએ તેની અટક કરી હતી. જો કે, જવાનને છોડાવવા બંને દેશની સેના વચ્ચે વાતચીત જારી છે. એક મીડિયા હેવાલ મુજબ, 182 બટાલિયનના કોન્સ્ટેબલ પીકે સિંહ બુધવારે ફિરોજપુર સીમા પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી જતાં પાક સેનાએ તેની અટક કરી હતી. સીમા સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું કે, જવાન પાસે તેની સર્વિસ રાયફલ પણ હતી. તે ખેડૂતો સાથે હતો અને આરામ કરવા માટે આગળ વધ્યા બાદ ભૂલથી તે પાકિસ્તાનની સીમામાં પહોંચ્યો હતો, જે પછી તેની અટક કરાઈ હતી. અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટના સામાન્ય છે. આવું પહેલાં પણ બંને દેશ વચ્ચે બની ચુક્યું છે. જવાનને છોડાવવા માટે હાલમાં બંને સેના વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકો જારી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd