નખત્રાણા, તા. 24 : હાજીપીરના મેળાનાં આયોજન દરમ્યાન
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સાવચેતીના ભાગરૂપે મથલ ડેમમાં બંદોબસ્ત ગોઠવવા
બાબતે જાગૃત નાગરિકો દ્વારા માંગ કરાઈ હતી. મથલ ગામથી હાજીપીર તરફ હાઈવે માર્ગ છે, પરંતુ ડેમથી નદી પટ્ટમાંથી પસાર થતા જૂના રસ્તાથી
અંતર ઓછું થતું હોવાથી પદયાત્રીઓ ત્યાંથી પસાર થતા હોવાના અને ડેમમાં નાહવા જતા હોવાથી
ભૂતકાળમાં ડૂબી જવાના બનાવો બન્યા હોવાનું જણાવાયું હતું. આ ડેમમાં મગરના વસવાટ પણ
છે અને આ વર્ષે પણ કોઈ યાત્રીઓ નાહવા ન જાય તે માટે સાવધાનીનાં પગલાં રૂપે બંદોબસ્ત
ગોઠવવા જગદીશ દવે-દેશલપર ગુંતલી જાગૃત નાગરિક દ્વારા રજૂઆત સાથે માંગ કરાઈ હતી. કોઈ જાનહાની થતાં અટકે તે હેતુથી અગાઉ જ પોલીસ બંદોબસ્ત
ગોઠવી દેવાની રજૂઆત કરાઈ હતી.