• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

દુધઈના નર્મદા આશ્રમે 10 દિવસીય ધર્મ મહોત્સવ યોજાશે

નવી દુધઈ, તા. 10 : અંજાર તાલુકાના દુધઈ ખાતે આવેલા નર્મદા આશ્રમમાં 10 દિવસીય ધર્મ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં તા. 13/11થી 15/11 સુધી ત્રિદિવસીય 108 કૂંડી વિષ્ણુ મહાયજ્ઞ તથા તા. 16/11થી 22/11 દરમ્યાન શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રારંભ થશે.વ્યાસપીઠ પર સિદ્ધાર્થ મહારાજ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ 10 દિવસીય ધર્મ મહોત્સવની ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કથા માટે અને વિષ્ણુ મહાયજ્ઞ માટે વિશાળ ડોમ તથા ભોજન પ્રસાદ માટે વિશાળ મંડપ બાંધવાનાં કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. દુધઈને લગતા આસપાસના 50થી વધારે ગામના લોકો આ ધર્મ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અંદાજિત 20થી 25 સેવા સમિતિની રચના કરાઇ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સવારે નવથી એક સુધી, ત્યારબાદ સાંજે 10 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આસપાસના ભાઈઓ તથા બહેનો દ્વારા 108 કૂંડી મહાયજ્ઞ બે દિવસમાં બનાવાયો હતો. સાથે વાહન પાર્કિંગ, પાણી સહિતની વ્યવસ્થા કરાઇ છે. દુધઈમાં પ્રથમ વખત ત્રિદિવસીય મહાયજ્ઞનું આયોજન થતાં પંથકમાં ધાર્મિક માહોલ પ્રસરી ગયાનું સિદ્ધાર્થ મહારાજે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang