મુંદરા, તા. 10 : વિલેપાર્લે ક.વી.ઓ. સેવા સમાજ નિર્મિત `ફેમિલી એક્સપ્રેસ' નાટકના 9 શોમાંથી કચ્છમાં
રજૂ થયેલા ચાર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને આવતીકાલ સોમવારના માંડવી ખાતેના
શો સાથે વધુ પાંચ શો યોજાવા જઇ રહ્યા છે. અમર સન્સ ભવનમાં 18મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે
અમૃતબેન મોનજી દેઢિયા કલા સંસ્કૃતિ પ્રવૃત્તિ અંતર્ગત મેનેજિંગ ટ્રસ્ટી રવિ ભારપુરિયા
પ્રસ્તુત જીવનની સમજણ આપતું આ કચ્છી નાટક `ફેમિલી એક્સપ્રેસ'ના શોનો ગત ગુરુવારે કચ્છમાં નાના ભાડિયાથી
આરંભ થયો હતો, જેને જયાબેન ચંદ્રકાન્ત ગોગરી દ્વારા પ્રાયોજિત કરાયું હતું. એ પછી શુક્રવારે
ભુજપુર, શનિવારે મુંદરામાં અને રવિવારે બિદડામાં યોજાયેલા શોમાં મોટી સંખ્યામાં રંગમંચ
ચાહકો ઉમટી પડયા હતા. જેમાં રાધિકાબેન ઠાકરશી શેઠિયા પરિવાર, અમૃતબેન અજિત મોતા પરિવાર,
પુષ્પાબેન પ્રકાશ તલકશી સાવલા પરિવાર, કુંવરજી નાનજી કેનિયા પરિવાર, કુંવરબાઇ કલ્યાણજી
માવજી ફુરિયા, મુક્તાબેન મણિલાલ માવજી ફુરિયા, પ્રેમચંદ માણેકચંદ મહેતા, વલ્લભભાઇ મૂરજી
દેઢિયા પરિવારે સૌજન્ય દાતા તરીકેનો સહયોગ આપ્યો હતો. તા. 11/11ના સોમવારે માંડવી ખાતે
જયવંતીબેન જાદવજીભાઇ એન્કરવાલા પરિવારના સૌજન્યથી રાત્રે 8 વાગ્યે નાટક શરૂ થશે. જ્યારે
તા.12ના વડાલાના વથાણમાં કિશોર પોપટલાલ સાવલા અને જયંત પોપટલાલ સાવલા, ભાવના રતિલાલ
ગગુભાઇ દેઢિયા તેમજ કરણ, વૈશાલી મનીષ નિસર અને ભવ્ય, મિત્તલ, હેમલ નિસરના સૌજન્યથી
તા. 13મીના ગુંદાલા ખાતે ગુંદાલા મુંબઇ મહાજન, તલકશી ભાણજી સતરા પરિવાર તરફથી તા.
14મીના શેરડી ગામમાં પ્રફુલ ભાણજી પાસડ અને તા. 15મીના રાત્રે 8.30 કલાકે ભુજ ટાઉનહોલ
ખાતે જયાબેન ચંદ્રકાન્ત ગોગરી અને માધાપર જખ બૌંતેરા મંદિરના સૌજન્યથી નાટક યોજાશે.
હેનિશ ખરવર લિખિત આ નાટકમાં રૂપાંકરકાર ડો. ગુલાબ દેઢિયા છે અને ગીતકાર હર્ષ ગડા છે.
જ્યારે દિગ્દર્શન વિજય ગાલા અને રિષભ છેડાએ કર્યું છે. નાના ભાડિયાથી આરંભ બાદ ભુજપુરના
શોમાં મહેન્દ્રભાઇ ગઢવીએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. દાતા ઠાકરશીભાઇ વતી તેમના લઘુબંધુ
જયંતીભાઇ શેઠિયા, દાતા પ્રકાશ સાવલા, અજિત મોતા ઉપસ્થિત રહ્યા હતા. મુંદરામાં શિશુ
મંદિર ખાતે નજર અધ્યક્ષા રચનાબેન જોષી, જીતુભાઇ માલમ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ ઠક્કર,
ટ્રસ્ટી મંત્રી પ્રકાશ પાટીદાર, રાજુભાઇ બલાત, રેવાલાલ પાટીદાર, દિલીપ ગોર વિગેરે હાજર
રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભૂષણ ભટ્ટે અને સંકલન કેશુભાઇ મોરસાણિયાએ કર્યું હતું.