• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અંજાર-ગાંધીધામમાં નમો ભારત રેપિડ રેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું

ગાંધીધામ, તા. 16 : કચ્છની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન નમો ભારત રેપિડ રેલને ભુજથી વડાપ્રધાન દ્વારા પ્રસ્થાન કરાવાયા બાદ કચ્છના રેલવે સ્ટેશનોમાં આ દેશની પ્રથમ અને કચ્છથી શરૂ થયેલી આ આધુનિક ટ્રેનને ઉમળકાભેર કચ્છીઓએ આવકાર આપ્યો હતો અને આ આધુનિક ટ્રેન નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અંજાર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં સંબોધન કરતા ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ કહ્યું હતું કે કચ્છ માટે આ ટ્રેન મુસાફરી ક્ષેત્રે એક નવો અધ્યાય સમાન બની રહેશે. આ ટ્રેનમાં મુસાફરો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ટ્રેન કચ્છના મુસાફરોને આધુનિક મુસાફરીનો નવો અનુભવ કરાવશે. અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યાએ કચ્છ માટે વંદે મેટ્રો ટ્રેનની ફાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ ટ્રેનના પ્રારંભથી કચ્છવાસીઓ માટે મુસાફરી ક્ષેત્રે ખૂબ જ મોટી રાહત થશે અને મુસાફરોને ગુણવત્તાયુક્ત યાત્રાનો લાભ થશે, આ ટ્રેન એક જ દિવસમાં અમદાવાદથી કચ્છ પરત આવી જતી હોવાથી વેપારીઓ માટે ઉપયોગી બની રહેશે એવું જણાવ્યું હતું. અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઇ કોડરાણી, જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઇ કોડરાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઈ શાહે લીલીઝંડી આપીને આદિપુર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. અંજાર સુધરાઇના કારો. ચેરમેન પાર્થભાઇ સોરઠીયા, ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, રેલ્વે સલાહકાર સમિતિના મહાદેવભાઇ બતા, પારસ શાહ, સંજયભાઇ દાવડા, ક્રિપાલાસિંહ જાડેજા, હિરેનભાઇ ખાંડેકા, અંજાર આઇડેન્ટિટી મિશનના એલ.વી. વોરા, ભરતભાઇ ઠકકર, અંજાર શહેર વિકાસ સમિતિના મહેન્દ્રભાઇ કોટક, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હરેશભાઇ ઠક્કર, રમજુભાઇ ખત્રી, રશીદ ખત્રી,  અમિતભાઇ શાહ, ડો. આર.જી. છાયા, ડી.સી. ઠકકર, ડાયાલાલ મઢવી, રાજાભાઇ દક્ષિણી, વિજયભાઇ પલણ, સુરેશભાઈ છાયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પુર્વ અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મંત્રી સુધરાઈ પ્રમુખ તેજશ શેઠ, ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન એ.કે. સિંધ, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન, શહેર ભાજપ પ્રમુખ  પંકજ ઠક્કર, બાબુભાઈ ગુજરીયા, મધુકાંત શાહ, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજ, માનદમંત્રી મહેશ તિર્થાણી, રાકેશ જૈન, ટીમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જર, હેમચંદ્ર યાદવ, ડો.ભાવેશ આચાર્ય, રેલવેના ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠી, વિકાસ યાદવ, સ્ટેશન મેનેજર કૃષ્ણકુમાર શર્મા, રાહુલ ડાબલા, વિવેક મિશ્રા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આ આધુનીક ટ્રેન શરૂ થઈ તે કચ્છ માટે આનંદની વાત છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને વિશેષ ભેટ આપી હોવાની લાગણી વ્યકત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang