• શનિવાર, 27 જુલાઈ, 2024

કરોડોના ખર્ચે તૈયાર સંકુલની સારસંભાળની ઊઠતી લોકમાંગ

ભુજ, તા. 10 : ભુજ-ખાવડા માર્ગે મદદનીશ પશુપાલન નિયામક કચેરી અને જીએલડીબી દ્વારા સંચાલિત બન્ની બફેલો બુલ મધર સર્ચ સંકુલ કરોડોના ખર્ચે આકાર પામ્યા પછી સ્ટાફના અભાવે જર્જરિત થઇ રહ્યું છે. નવી બનેલી ઓફિસ અને કર્મચારીઓના રહેવા માટેની ઇમારતો બંધ હાલતમાં પડી રહેવાથી નુકસાની થઇ રહી છે અને સફાઇના અભાવે ઝાડી ઊગી નીકળી છે. પશુ ઉછેર માટે ચાર- માણસો અને ચોકીદાર સિવાય કોઇ જવાબદાર કર્મચારી નથી. બાજુમાં આવેલી મરઘી, ઘેટાં-બકરાં ઉછેર કેન્દ્રની ઓફિસમાં પણ ઓછી ચહલ-પહલ જોવા મળે છે. મળેલી માહિતી મુજબ મુખ્યત્વે ભેંસોનું સવાર-સાંજ 200 લિટર દૂધ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બહાર જાય છે. ભેંસોની રખાઇ રહેલી સારસંભાળની જેમ પરિસરની સારસંભાળ જરૂરી હોવાની લોકમાંગ ઊઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang