• રવિવાર, 28 જૂન, 2026

રામમંદિર બાદ બદ્રી-કેદાર મંદિરમાં યે ભ્રષ્ટાચારનો ધડાકો!

નવી દિલ્હી, તા. 27 : રામ મંદિરમાં દાનચોરીના વિવાદની આગ હજુ શમી નથી, ત્યાં બદ્રી-કેદાર મંદિર સમિતિમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપથી દેશના ધર્મજગતમાં વધુ એક વિવાદે ભારે ખળભળાટ મચાવી દીધો છે. સામાજિક કાર્યકર અને વરિષ્ઠ વકીલ વિકેશસિંહ નેગીએ માહિતી અધિકારી કાયદા હેઠળ અરજી કરીને મેળવેલા દસ્તાવેજોના આધારે આ ધડાકો કર્યો હતો. આ ખુલાસામાં આરોપ લાગાવાયો છે કે, મંદિર સમિતિના કેટલાક સભ્યોએ એક વર્ષથી ઓછા સમયગાળામાં ટીએ-ડીએનાં નામ પર લાખો રૂપિયાનાં અનિયમિત ચૂકવણા કર્યાં હતાં. તેમણે આવી પ્રવૃત્તિને ભક્તોના દાન-ચડાવાનાં ધનનો દુરુપયોગ લેખાવતાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

Panchang

dd