ગાંધીધામ, તા. 27 : પ્રોહિબિશનના ગુનામાં સામેલ
આરોપી સામે તડીપારની કાર્યવાહી કરાઈ હતી. આદિપુર
પોલીસ મથકે આરોપી નારણભાઈ વિશ્રામ ગઢવી (રહે. ગાંધીધામ) વિરુદ્ધ પ્રોહિબિશનના જુદા
- જુદા ગુનાઓ નોંધાયા હતા. દરમ્યાન પોલીસે
હદપારની દરખાસ્ત તૈયાર કરીને સબડિવિઝન મેજિસ્ટેટ
સમક્ષ કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં
આવી હતી. આરોપીને કચ્છ તથા તેને અડીને આવેલા
જિલ્લાઓમાંથી બે મહિના માટે હદપાર કરવા આદેશ કરાયો હતો.