• રવિવાર, 28 જૂન, 2026

ગુજરાતમાં ભારત ટેક્સીનું લોન્ચિંગ : શોષિત ડ્રાઇવરો હવે `સારથિ' બનશે

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : અત્યાર સુધી અમુક મોટી બહુરાષ્ટ્રીય અને ખાનગી કંપનીઓનો એકહથ્થુ ઈજારો હતો, જેમાં ડ્રાઇવરોનું આર્થિક શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠતી રહેતી હતી. આ મોનોપોલીને કાયમી ધોરણે તોડવા માટે દેશમાં પ્રથમ વખત સહકારિતા મોડેલ પર આધારિત ભારત ટેક્સી સેવાનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ સેવાનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું.  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટુ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સીચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ સારથિ અને માલિક છે. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓ વાહનચાલકોને માત્ર ડ્રાઇવર ગણીને તેમનું શોષણ કરતી હતી, કમિશનનાં નામે કમાણી પડાવી લેતી હતી અને કોઈ સુનાવણી વગર રજિસ્ટ્રેશન બ્લોક કરી દેતી હતી, પરંતુ ભારત ટેક્સીમાં આ વાહનચાલકો માત્ર ડ્રાઇવર નથી, પણ સારથિ તરીકે ઓળખાય છે. આજે દેશભરના સાત લાખથી વધુ સારથિઓ રૂા. 100ના શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક-શેરહોલ્ડર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહે દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સીમિત ન રાખીને સહકારી મંડળીઓને પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. આવી જ એક અભિનવ પહેલ ભારત ટેક્સી સેવાનો ગુજરાતમાં આજે ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો છે. 

Panchang

dd