• રવિવાર, 28 જૂન, 2026

ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 27 : શહેરમાં અગમ્ય કારણોસર  દશરથભાઈ સવાભાઈ દેવીપૂજક  (ઉ.વ. 26)એ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.  કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેતા દશરથભાઈએ પોતાના ઘરમાં ગત તા. 26/6ના બપોરે દોઢ વાગ્યાના પહેલાં કોઈ પણ સમયે ગળેફાંસો ખાધો હતો. તેમને રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના તબીબ ડો. પ્રિયા પગડાલાએ  મૃત જાહેર કર્યા હતા. આ યુવાને ક્યા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા માટે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd