મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 26 (ઉમર ખત્રી
દ્વારા) : પર્યાવરણ અને અબોલ જીવોનાં જતન માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજી એક નવી પહેલ
મોટા અંગિયા રબારી યુવક મંડળ દ્વારા કરાઇ હતી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલા તમામ ખેલાડીઓને
રોકડ નહીં, પણ પક્ષીઓનાં જતન માટે
પક્ષીઘર અને પાણીનાં કૂંડાં આપાયાં હતાં. નખત્રાણા તાલુકાના નાના અંગિયા મેક્સર ક્રિકેટ
ગ્રાઉન્ડમાં મોટા અંગિયા રબારી યુવક મંડળ દ્વારા મોમાઈ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું
આયોજન કરાયું હતું. કોટડા આથમણા પૂર્વ સરપંચ શંભુભાઈ જગમાલ રબારી, રબારી માકપટ પૂર્વ પ્રમુખ ખેંગાર રબારી, ગઢશીશા તાલુકા
પંચાયત સદસ્ય રાજેશ રબારી, ગોપાલ ગરવા-સરપંચ મોટા અંગિયા,
ઉપસરપંચ ઇકબાલ ઘાંચી, ડો. બી. બી. દેસાઈ,
ડો. મેક્સ દેસાઇ, મમુભાઈ ખોડાભાઈ રબારી,
જગદીશ આરટીઓ, બુધાભાઈ, લખનભાઈ,
તેમની સાથે મોમાઈ ઇલેવન-મોટા અંગિયા ટીમ અને મોટા અંગિયા યુવક મંડળે
જહેમત ઉઠાવી હતી. મુખ્ય દાતા શંભુભાઈ જગમાલભાઈ રબારી રહ્યા હતા. મુખ્ય આયોજક નરશીભાઈ
રબારી અને મીત પારસિયા રહ્યા હતા. નરશીભાઈ પટેલ અને મમુભાઈએ સંચાલન સંભાળ્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીના શંભુભાઈ રબારી (સણોસરા), રનર ટ્રોફીના દાતા
માતા કલાવંતીબેન પ્રવીણચંદ્ર શાહ (હસ્તે કૌશિક શાહ), મેન ઓફ ધ
સિરીઝ દાતા ઇકબાલ ઘાંચી, બેસ્ટ બેટ્સમેન દાતા ગોપાલ ગરવા,
બેસ્ટ બોલર દાતા માલાભાઈ રબારી (માલધારી ટી હાઉસ), ચેમ્પિયન હિતાર્થ ઇલેવન-નખત્રાણા, રનર્સઅપ ટીમ મોમાય ડેરી ફાર્મ- વિથોણ, મેન ઓફ ધ સિરીઝ ભાવસંગસિંહ જાડેજા, બેસ્ટ બેટ્સમેન હાજી
હસન સમેજા, બેસ્ટ બોલર ડી. એસ. સોઢા, બેસ્ટ
વિકેટકીપર હિતેશ રબારી વગેરે રહ્યા હતા, એવું મમુભાઈ રબારીએ જણાવ્યું
હતું.