• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અમે ગુજરાત માટે નવી તકો શોધવા આવ્યા છીએ

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. આ બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે.  હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં રૂા.45 લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં રૂા.11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં કંઇક નવું શીખવા અને નવી તકોને જાણવા માટે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અલગ અલગ રાજ્યોના ડેલિગેશન તરીકે અહીં નથી આવ્યા પરંતુ એક દેશ તરીકે એક જ એજન્ડા સાથે અહીં હાજર છીએ. આપણે સૌ આપણા કૌશલ્ય, આપણી ક્ષમતાઓ અને આપણું ગવર્નન્સ અહીં રજૂ કરીશું. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ઇનોવેટિવ ફાઇનાન્સિગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું અન્વેષણ કરી રહ્યું છે. 

Panchang

dd