રાજકોટ, તા. 19 : 2025માં
દોઢસો ટકાની વિક્રમી તેજી થયા પછી 2026માં તેજી રોકાશે એવી ધારણા ખોટી
ઠરી છે. કારણ કે વર્ષના પહેલા 19 દિવસમાં જ ચાંદીએ 30 ટકાની
તેજી નોંધાવીને નવો રેકોર્ડ બનાવી લીધો છે. વિશ્વ બજારમાં ચાંદી 100 ડોલર
થવા થનગની રહી છે. જોકે ભારતમાં રૂા. 3 લાખનું મથાળું સર કરી લીધું છે.
એમસીએક્સમાં સોનાનો ભાવ એક કિલો દીઠ રૂા.3,04,200 થઇ ગયો હતો. જે ચાંદી માટે નવું
સિમાચિહ્ન છે. વિશ્વ બજારમાં 94.21 ડોલરનું નવું ટોપ બનાવી આવ્યા
પછી 93 ડોલરના મથાળે ચાંદી રનીંગ હતી. ભૂરાજાકિય અસ્થિરતાના
માહોલમાં ચાંદીમાં માગના વલણ બદલાઇ ગયા છે પરિણામે તેજી અફાટ અને અવિરત છે.
ગ્રીનલેન્ડ પરના વિવાદમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ છટ્રમ્પ દ્વારા કેટલાક યુરોપિયન
દેશો પર વધારાના ટેરિફની ચેતવણી આપ્યા બાદ સલામત સ્થળે ફ્લાઇટ મોકલવાને કારણે
સોમવારે ચાંદીની તેજીને પવન મળ્યો હતો. ટ્રમ્પે શનિવારે ઘણા યુરોપિયન સાથી દેશોને
શ્રેણીબદ્ધ ટેરિફ વધારવાની ધમકી આપી હતી. આમ ભૂરાજાકિય અને આર્થિક વિવાદનો વંટોળ
ફરીથી ફેલાયો છે. ગ્રીનલેન્ડના વિવાદને લીધે ડેનમાર્કના વિશાળ આર્કટિક ટાપુ પરનો
વિવાદ વધુ તીવ્ર બન્યો છે. ફંડો અને મોટાં રોકાણકારોને સ્થિતિ ડહોળાતી દેખાતા
સલામત ગણાતી ચાંદીમા લાવ લાવ થઇ ગઇ છે.
ચીનનાં કારણે ચાંદી મોંઘી બની !
નવી દિલ્હી, તા. 19 : સોના
સામે સ્પર્ધામાં ઊતરી હોય તેમ ચાંદી છેલ્લા માત્ર 30 દિવસમાં એક લાખ રૂપિયા મોંઘી બની
ચૂકી છે. ચાંદીના ભાવમાં આ જંગી ઉછાળા પાછળ એક મોટું કારણ ચીન છે. હકીકત કંઈક એવી
છે કે, ચીનમાં
ચાંદી પ્રીમિયમ પર વેચાઈ રહી છે. મતલબ કે ભાવ આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં પણ ઊંચા
છે. ચીન સૌથી મોટો સોલાર પેનલ નિર્માતા અને નિકાસકાર દેશ છે. દરેક સોલાર પેનલમાં
ચાંદી લગાડાય છે જ્યારે ચીનમાં ઉત્પાદન વધે છે ત્યારે ચાંદીની માંગ સીધી વધે છે.