• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

નવાં વર્ષે ઈસરોને ઝટકો; મિશન વિફળ

નવી દિલ્હી, તા. 12 : દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત એજન્સીઓમાં સામેલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ને વર્ષ 2026નાં પોતાનાં પહેલાં જ મિશનમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈસરોનું ભરોસાપાત્ર રોકેટ પીએસએલવી-સી62 પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એક શાનદાર લોન્ચ છતાં પણ રોકેટ ત્રીજા સ્ટેજમાં નિયંત્રણ ગુમાવી બેઠું હતું. જેનાથી દેશનું મહત્ત્વનું જાસૂસી સેટેલાઈટ `અન્વેષા (ઈઓએસ-એન1)' અને 15 અન્ય નાના ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થયા હતા. 260 ટન વજનના પીએસએલવી-ડીએલ સંસ્કરણે સવારે 10.17 વાગ્યે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સફળ ઉડાન ભરી હતી. પહેલા અને બીજા તબક્કા સુધી પ્રદર્શન એકદમ સામાન્ય રહ્યું હતું અને સોલિડ બૂસ્ટર આઈસોલેશન પણ અડચણ વિના થયું હતું. દેશભરના લોકો પ્રક્ષેપણને લાઈવ પ્રસારણના માધ્યમથી જોઈ રહ્યા હતા. જો કે, ત્રીજા તબક્કાના ઈગ્નિશન બાદ મિશન કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાયો હતો. ટેલિમેટ્રી ડેટા આવતો બંધ થયો હતો. જેનાથી સ્પષ્ટ થયું હતું કે, રોકેટ નક્કી 505 કિમીની કક્ષા સુધી પહોંચી શક્યું નથી.  ઈસરો પ્રમુખ વી. નારાયણે ઘટના બાદ કહ્યું હતું કે, રોકેટનું પ્રદર્શન ત્રીજા તબક્કાના અંત સુધી સામાન્ય રહ્યું હતું. જો કે, બાદમાં રોલ રેટ્સમાં ગડબડ જોવા મળી હતી અને રોકેટ નિર્ધારિત રસ્તેથી ભટકી ગયું હતું. આ મામલે ડેટાનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનું સૌથી મોટું નુકસાન ઈઓએસ-એન1 (અન્વેષા) ગુમાવવાનું છે. આ ડીઆરડીઓ માટે બનાવવામાં આવેલો એક હાયપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ હતો. જે સરહદની દેખરેખ અને દુશ્મનની છાવણીઓની ઓળખ માટે ખૂબ જ સક્ષમ હતો. આ ઉપરાંત મિશનમાં ભારત અને વિદેશી સ્ટાર્ટ-અપ દ્વારા બનાવવામાં આવેલા 15 અન્ય નાના સેટેલાઈટ પણ સામેલ હતા. જે હવે કાટમાળમાં તબદિલ થઈ ચૂક્યા છે.

Panchang

dd