નવી દિલ્હી, તા. 12 : કોંગ્રેસ
મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં સક્રિયા થશે, તેવા અણસાર મળી રહ્યા
છે. પ્રિયંકાના જન્મદિવસ પર સોમવારે રાજ્યભરમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ વિવિધ
કાર્યક્રમો કર્યા હતા. પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસની હાલત અત્યારે જમીન પર ખાસ
સારી નથી. પક્ષની તૈયારીઓ એવો સંકત આપી રહી છે કે, પ્રિયંકા
ગાંધી પ્રદેશની રાજનીતિમાં વધુ એકવાર સક્રિય થશે. ધ્યાને લેવા જેવી વાત એ છે કે,
2022ની
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પોતાના ઈતિહાસના સૌથી કંગાળ પ્રદર્શન બાદ
પ્રદેશમાંથી ગાયબ થઈ ગયેલાં પ્રિયંકા છેલ્લા કેટલાક મહિનાથી ઉત્તરપ્રદેશમાં વધુ
સક્રીય બન્યાં છે. કોંગ્રેસ પક્ષે મહામંત્રી બનાવ્યા પછી પણ વિધાનસભા ચૂંટણીમાં
ધારી સફળતા મળી નથી. ત્યારે પક્ષ વધુએકવાર પ્રિયંકા પર દાવ ખેલવા માંગે છે.