• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ગુજરાતમાં પ્રભાવી આર્થિક ગતિશીલતા : મર્ઝ

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત આવેલા જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝે સંયુક્ત સંબોધનમાં  મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે `ગુજરાતમાં પ્રભાવશાળી આર્થિક ગતિશીલતા છે.' ભારત જર્મની માટે ઇચ્છિત, પસંદગીનો ભાગીદાર છે. બંને દેશો કેવી રીતે `મૂલ્યો અને હિત શેર કરે છે' તે દર્શાવે છે. પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં આમંત્રણ આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. તેમણે યુક્રેનમાં રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરતા કહ્યું સુપર પાવર એવું રાજકારણ છે જે પ્રભાવ સામે વિચારવાનો મોકો આપે છે. અમે સંરક્ષણવાદ અનુભવ્યો છે. પરંતુ ભારત, જર્મની સપ્લાય ચેઇન પર એકપક્ષીય નિર્ભરતા ખુલ્લા વેપારને સમર્થન આપે છે. જર્મનીએ ભારતને સુરક્ષા ક્ષેત્રે વધુ સહયોગ કરવો જોઇએ. સંરક્ષણ ઉદ્યોગમાં સહાયક રહેશે તો ભારતની રશિયા પરની નિર્ભારતા ઘટશે. તેમણે કરાર પર હસ્તાક્ષર કરવા માટે યુરોપિયન નેતાઓની આગામી ભારત મુલાકાતો વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે ઇયુએ એફટીએ વાટાઘાટો વહેલી તકે પૂર્ણ કરવાની જરૂરિયાત છે. બન્ને દેશોની પ્રજા વચ્ચેના જોડાણ બાબતે તેણે કહ્યુ કે શિક્ષિત કુશળ કામદારો સમૃદ્ધિ સુરક્ષિત કરે છે; ઉમેરે છે, 'ભારતમાં ઉત્તમ તાલીમ પામેલા યુવાનો છે અને અમે કાયદેસર, વ્યવસ્થિત સ્થળાંતર માટે માર્ગો ખોલી રહ્યા છીએ. જર્મનીમાં ભારતીય કુશળ કામદારો અને ભારતીયો 'જર્મનીમાં ઇમિગ્રન્ટ્સનું સૌથી સફળ જૂથ' છે. ચાલુ વર્ષે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીની મુલાકાતનું આમંત્રણ આપતા કહ્યુ કે અમારા માટે ભારત ઇન્ડો પેસિફિકમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને જર્મની બે મોટી લોકશાહી અને અર્થતંત્ર છે અને મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે. જે 'મૂલ્યોનું જતન કરતી વિશ્વ વ્યવસ્થા' માટે હાકલ કરે છે.

Panchang

dd