અમદાવાદ, તા. 12 : તેલ
ખરીદી, યુક્રેન
સામે યુદ્ધમાં રશિયાને મદદ રોકવાના બહાના હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
ભારત સામે છેડેલાં `ટેરિફયુદ્ધ' વચ્ચે `િવકસિત' એવા જર્મનીના ચાન્સેલર
ફ્રેડરિક મર્ઝ પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ ભારતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ `જૂના મિત્ર' જર્મનીના વડા મર્ઝનું
અમદાવાદમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારત અને જર્મની વચ્ચે સેમિકંડક્ટર્સ,
એઆઇ, દુર્લભ ખનિજો સહિત ચાવીરૂપ ક્ષેત્રોમાં 19 સમજૂતી
કરાર પર હસ્તાક્ષર થયા હતા. મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લઇને મહાત્મા
ગાંધીને શ્રદ્ધાંજલિ આપનાર જર્મન ચાન્સેલરે સાબરમતી રિવર ફ્રન્ટ પર કાઇટ
ફેસ્ટિવલમાં `િમત્ર'
મોદી સાથે પતંગ પણ ઉડાડયો હતો. ગુજરાતમાં અમે કહીએ છીએ, `આવકારો
મીઠો આપજો રે...' તેવું કહીને મર્ઝને આવકારતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ જયંતીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત અને તેમની સાથે 19 ક્ષેત્રમાં
કરાર થવા એ ખરેખર વિશેષ આનંદની વાત છે. ભારતે જર્મની સાથે અનેક એમઓયુ કરીને મોટી
હરણફાળ ભરી છે. ચાન્સેલર બન્યા બાદ એશિયામાં સૌપ્રથમ ભારતની મુલાકાત આવેલા ફેડરલ
રિપલ્બિક ઓફ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક
મર્ઝએ આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા,
જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું એમ વિદેશ
સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું. ભારત અને જર્મની વચ્ચેના 25 વર્ષની
સિટીઝન ભાગીદારી બાદની આ મુલાકાત ભારે મહત્ત્વ ધરાવે છે. આજે સવારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇને મહાત્મા ગાંધીન
શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમને ચરખો કેવી રીતે ચાલે છે, તે બતાવવામાં આવ્યું
હતું. ત્યાર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. ચાન્સેલરે
અમદાવાદમાં અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. તેઓ આવતીકાલે બેંગ્લુરુ જશે,
જ્યાં તેઓ ટેકનિકલ ઇનોવેશન ક્ષેત્રે આર એન્ડ ડીની શક્યતાઓ તપાસશે. આ
દરમિયાન બંને દિગ્ગજ નેતા બંને દેશના સંબંધો અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય
સ્તરની વાત કરી હતી. ચાન્સેલરે વિશ્વમાં બદલાતા સમીકરણો, ભૂરાજકીય
સ્થિતિની સમીક્ષા કરી હતી. આ અનિશ્ચિત પસિસ્થિતિમાં ભારત અને જર્મનીના વચ્ચેના
સંબંધોને સર્વોચ્ચ સ્તરે લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે આ દરમિયાન સંરક્ષણ
ક્ષેત્રે મહત્ત્વની ચર્ચા કરી હતી. ચાન્સેલરે કુશળ કામદારો, ભારતીયોને
જર્મન આપવાનું આમંત્રણ આપ્યું છે. આ માટે જર્મની સમર્પિત વિન્ડો શરૂ કરશે. વિક્રમ
મિસરીએ જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે 19 જેટલા
એમઓયુ પર હસ્તાક્ષર અને આપ-લે કરવામાં આવી હતી. તદુપરાંત વિવિધ ક્ષેત્રેની આઠ
જેટલી જાહેરાત કરવામાં આવી હતી. કરવામાં આવેલા ચાર મહત્ત્વપૂર્ણ એમઓયુમાં
સેમિકંડક્ટર્સ, ક્રિટીકલ મિનરલ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, શિક્ષણનો સમાવેશ થાય છે. તદુપરાંત ટેલિકોમ્યુનિકેશન્સ, ડિજિટલ ડોમેઇન, બંને તરફેથી બાયોઇકોનોમી આર એન્ડ ડી
પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, આયુર્વેદને વિશ્વના
મંચ પર લઈ જવા પણ બંને દેશે હાથ મિલાવ્યા છે.