• બુધવાર, 19 નવેમ્બર, 2025

પાકિસ્તાની ગાયક તલ્હા અંજુમે તિરંગો લહેરાવતાં વિવાદ

નવી દિલ્હી, તા. 17 : પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક, રૈપર તલ્હા અંજુમે નેપાળમાં એક સમારોહમાં પ્રસ્તુતિ દરમ્યાન મંચ પરથી ભારતીય તિરંગો લહેરાવતાં પાકિસ્તાની પ્રશંસકો ભડકી ઊઠયા હતા. વિવાદ વકરવા છતાં મક્કમ ગાયક અંજુમે નારાજગીભેર કહ્યું હતું કે, કોઈ ઝંડો ઊઠાવવાથી વિવાદ થાય છે તો ભલે થાય. હુ તો આવું કરીશ જ. તલ્હાએ સોશિયલ મીડિયા પરથી જણાવ્યું હતું કે, કલાની કોઈ સરહદ નથી હોતી. મારાં મનમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મારા ભારતીય ઝંડો ઊઠાવવાથી વિવાદ થતો હોય તો થવા દો. મને મીડિયા, યુદ્ધ ભડકાવનારી સરકારો અને તેમના ખોટા પ્રચારોની કોઈ જ પરવાહ નથી, તેવું અંજુમે મક્કમ સ્વરે કહ્યું હતું.

Panchang

dd