• બુધવાર, 30 એપ્રિલ, 2025

બંગાળ હિંસામાં બાંગલાદેશી આતંકીઓનો હાથ ?

નવી દિલ્હી, તા. 15 : પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે થયેલી હિંસામાં બાંગલાદેશી આતંકી પરિબળોનો હાથ હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે, બંગાળમાં વકફ કાયદાને લઈને થયેલી હિંસાની શરૂઆતની તપાસમાં જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગલાદેશની સંડોવણી બહાર આવી છે. દરમ્યાન પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 210 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મુર્શિદાબાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવવામાં આવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાને લઈને વ્યાપક હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગલાદેશી આતંકીઓની સંડોવણી બહાર આવી છે. ગુપ્તચર સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળની હિંસા પાછળ જમાત-ઉલ-મુઝાહિદીન બાંગલાદેશની સંડોવણી હોઈ શકે છે. સંભવ છે કે આતંકી સંગઠને બાંગલાદેશના સરહદી વિસ્તારોમાં હથિયારોની સપ્લાય સાથે કેટલાક જૂથોને હિંસાની તાલીમ આપી હોય. જેએમબી એક પ્રતિબંધિત આતંકી સંગઠન છે જેનું સંચાલન બાંગલાદેશમાંથી થાય છે. તે હાઈબ્રીડ મોડલમાં કામ કરી છે અને આઈએસઆઈએસ ઉપરાંત કેટલાક પાકિસ્તાની આતંકવાદી સંગઠનો માટે કામ કરે છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મમતા બેનર્જીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ઘુસણખોરો પર નજર રાખવામાં નિષ્ફળ ગઈ હતીમુર્શિદાબાદ જિલ્લા અને દક્ષિણ 24 પરગણામાં વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુર્શિદાબાદ જિલ્લાના સુતી અને સમસેરગજમાં વકફ એક્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. આ પછી બદમાશોએ ઘણી દુકાનો અને વાહનોમાં આગ લગાવી દીધી હતી અને સ્થાનિક લોકોનાં ઘરો પર પથ્થરમારો પણ કર્યો હતો. 11 એપ્રિલના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લામાં અશાંતિ ફાટી નીકળ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ વિસ્તારોમાંથી ભાગી ગયા હતા.  આ ઉપરાંત હિંસા વચ્ચે બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે તૃણમૂલ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે. કોલકાતા હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો અને સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd