• બુધવાર, 30 એપ્રિલ, 2025

એક વર્ષમાં કચ્છમાં 844 ખનીજ ચોરીના કેસ

પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 17 : કચ્છ જિલ્લામાં ગૌચરની જમીનની માપણી કરવા બાબતેના સભ્યશ્રી અનિરૂધ્ધ દવે (માંડવી)ના લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી(મહેસૂલ) એ જણાવ્યુ હતુ કે જીલ્લા જમીન દફતર નિરીક્ષક કચ્છ-ભુજ કચેરીના સરવેયરશ્રી દ્વારા તા.15/02/2024 ના રોજ માપણી કરવા આવી હતી. જેમાંગૌચરમાં વધારો / ઘટાડો થયેલ નથી. નખત્રાણા નગરપાલિકાનું મંજુર મહેકમ અંગે સભ્યશ્રી પ્રદ્યુમનાસિંહ જાડેજા (અબડાસા) ના લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી (શહેરી વિકાસ) એ જણાવ્યુ હતુ કેઆ વિભાગનાતા.21/09/2022ના જાહેરનામાં થી નખત્રાણા નગરપાલિકા અસ્તિત્વમાં આવેલ હોઇ, બાબત વિચારણા હેઠળ છે. કચ્છ જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માટેની અરજીઓઅંગેના સભ્યશ્રી કેશુભાઈ પટેલ (ભુજ)નાલેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી(મહેસૂલ)એ જણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માંગતી 4387 અરજીઓ મળેલ છે  જે અન્વયે અંજારમાં 446, અબડાસા 159,ગાંધીધામ 203 , નખત્રાણા 128, ભચાઉ 451, ભુજ 401, ભુજ શહેર64, માંડવી234, મુન્દ્રા713, રાપર 112 અને લખપત 86એમ મળી કુલ2997 અરજીઓ મંજુર કરવામાં આવી. કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીના કેસો અંગેના સભ્યશ્રી કાન્તીભાઈ ખરાડી (દાંતા)નાલેખિત પ્રશ્નના ઉત્તરમાંમાનનીય મુખ્યમંત્રીશ્રી (ખાણ અને ખનિજ)એ જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં તાલુકાવાર ખનિજ ચોરીના 844 કેસો પકડવામાં આવ્યા,અંજાર: 119, ગાંધીધામ: 39, મુન્દ્રા: 151, ભચાઉ: 131, રાપર: 64, ભુજ: 181માંડવી: 73,નખત્રાણા: 36, અબડાસા: 25, લખપત: 25.અને અંદાજે રૂ, 6322.17 લાખની કિમતની ખનીજ ચોરી પકડવામાં આવી છે. અંજાર - 2727.57,ગાંધીધામ - 63.15, મુન્દ્રા - 1807.73,ભચાઉ - 342.17, રાપર - 221.84, ભુજ - 532.12, માંડવી - 224.84, નખત્રાણા - 97.70, અબડાસા - 215.29,લખપત - 89.76. ઉક્ત પકડાયેલ ઈસમો પાસેથી દંડકીય રકમની વસુલાત કરવા માટે નિયમોનુસાર વસુલાત હુકમ, રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ, નામદાર સેશન્સ કોર્ટમાં ફરીયાદ તેમજ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.  કચ્છ જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા બાબતેસભ્યશ્રી પ્રધુમનાસિંહ જાડેજા (અબડાસા)ના લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી (ખાણ અને ખનિજ) એ જ્ણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જીલ્લામાં ખનીજ ચોરીની કુલ 219 ફરીયાદો આવેલ છે.તે પૈકી ઉક્ત સ્થિતિએ કુલ 63 કેસો કરવામાં આવેલ છેઉક્ત સ્થિતિએ કુલ 63 કેસો પૈકી 23 કેસોમાં વસુલાત કરવામાં આવેલ છે, 08 કેસોમાં વસુલાત હુકમ કરવામાં આવેલ છે, 16 કેસોમાં કારણદર્શક નોટીસ પાઠવવામાં આવેલ છે અને 16 કેસોમાં નામ.કોર્ટ/પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં સરકારી જમીન વકફ બોર્ડમાં હસ્તાંતરણ કરવાની બાબતેનાસભ્યશ્રી અનિરૂધ્ધ દવે (માંડવી) ના લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી(મહેસૂલ)એ જ્ણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જીલ્લામાં સરકારી જમીન પર વકફ બોર્ડ દ્વારા કબ્જો કરી વકફ બોર્ડમાં હસ્તાંતરણ કરવાની એકપણ બાબત સરકારના ધ્યાનમાં આવી નથી. કચ્છ જિલ્લામાં ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ અંગેના સભ્યશ્રી પ્રદ્યુમનાસિંહ જાડેજા(અબડાસા) ના લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી (પંચાયત) એ જ્ણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં અબડાસામાં એક ગામમાં ગૌચરની 4 જમીનમાં 18-00-00 હે.આરે.ચો,મી. દબાણ કરવામાં આવેલ છે.દબાણ વાળી જગ્યાની ડી.આઈ.એલ.આર કચેરી દ્વારા માપણી કરવાની બાકીમાં છે. જે થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને છેલ્લે: આજે વિધાનસભા ગૃહમાં ગૃહની કાર્યવાહી નિહાવળવા માટે ભુજ નજીકના દેસલપર ગામની શાળાના બાળકો આવ્યા હતા. ત્રણ દિવસની પીકનિક પર નિકળેલા શાળાના બાળકોએ કચ્છ મિત્રની સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેમને સાયન્સ સીટી, અડાલજની વાવ, જોઈ અહી વિધાનસભા આવ્યા છે અને અક્ષરધામ જોઈ પરત ફરીશુ... અમે અમારા કચ્છના ધારસભ્યને મળીશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd