વિયનતિયાને, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે
19મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધતાં યુરેશિયા અને પશ્ચિમ એશિયાને શાંતિની અપીલ
કરી હતી. મોદીએ કહ્યંy હતું કે,
વિશ્વની કોઈ પણ સમસ્યાનું સમાધાન યુદ્ધનાં મેદાન પર નહીં કરી શકાય, પરંતુ કૂટનીતિ અને
સંવાદથી જ શક્ય છે. લાઓસમાં શિખર સંમેલનને સંબોધનમાં ભારતના વડાપ્રધાને કહ્યંy હતું કે, દુનિયાના કેટલાક ભાગોમાં જારી
સંઘર્ષની અસર સૌથી વધુ ગ્લોબલ સાઉથના દેશો પર પડે છે. હું બુદ્ધની ધરતી પરથી આવું છું
અને મેં હંમેશાં કહ્યંy છે કે, આ
યુગ યુદ્ધનો નથી. ભારત આસિયાન દેશોમાં એકતાને સમર્થન આપે છે, તેવું મોદીએ જણાવ્યું
હતું. આતંકવાદને પણ વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર લેખાવતાં વડાપ્રધાને કહ્યંy કે, માનવતામાં વિશ્વાસ રાખતા બધા દેશોએ
સાથે મળીને આ પડકાર સામે લડવું પડશે. નામ લીધા વિના ચીન પર નિશાન સાધતાં મોદીએ માર્મિક
સૂચન કર્યું હતું કે, આપણો દૃષ્ટિકોણ વિકાસવાદનો હોવો જોઈએ, વિસ્તારવાદનો નહીં. ભારતના
વડાપ્રધાને લાઓસમાં આસાયન દેશોના શિખર સંમેલનમાં જણાવ્યું હતું કે, આપણે સંપ્રભુતા,
ક્ષેત્રિય અખંડતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરતાં માનવતાવાદી વિચારધારા સાથે
કામ કરવું જોઈએ. મોદીએ કહ્યંy હતું કે, દરિયાઈ માર્ગો અને હવાઈ ક્ષેત્રની સ્વતંત્રતા સુનિશ્ચિત
કરવી જરૂરી છે. સાથોસાથ ક્ષેત્રિય દેશોની વિદેશનીતિમાં વિઘ્ન સર્જે તેવી કોઈ આચારસંહિતા
હોવી જ ન જોઈએ, તેવું તેમણે ભારપૂર્વક કહ્યંy હતું. યુરેશિયામાં યુક્રેન-રશિયા સંઘર્ષ
અને પશ્ચિમ એશિયામાં ઈઝરાયલનાં હમાસ, હિઝબુલ્લાહ સામે યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ
પરથી ભારતના વડાપ્રધાનની શાંતિની અપીલે દુનિયાના દેશોનું ધ્યાન ખેંચ્યું છે.