ભુજ, તા. 7 : ગઈકાલે રાતે માદક પદાર્થ ગાંજો
તથા ચરસ સાથે શખ્સ ઝપડાયો છે. ગઈકાલે રાતે બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભુજિયા રિંગરોડ
પાણીના ટાંકા સામેથી રામનગરીમાં રહેતા અદ્રેમાન અબ્દુલ જુણેજાને માદક પદાર્થ ચરસ 05.1 ગ્રામ કિં. રૂા.1275 તથા ગાંજો 67.03 ગ્રામ કિ.ં રૂા.3351 તથા પલ્સર બાઈક નં. જીજે-17-સીજી-4594 કિ.ં રૂા. 50,000 અને એક મોબાઈલ કિં. રૂા.5000 તેમજ રોકડા 2920 એમ કુલ 62,546ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
હતો. આ માદક પદાર્થ પોતાના સેવન માટે ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાંથી ભૈયા નામના
અજાણ્યા ઈસમ પાસેથી લઈ આવ્યાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ
તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.