• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

પ્રતાપગઢમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી

ગાંધીધામ, તા. 6 : રાપરના પ્રતાપગઢમાં પાંચ શખ્સોએ બે કિશોરીઓને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરતાં એક કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી. બનાવ અંગે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પ્રતાપગઢમાં તા. 30-9ના બનેલા આ બનાવ અંગે ધમા વિભા કોળી, પ્રભુ લખમણ કોળી, શરત લખમણ કોળી, રામજી લખમણ હરી કોળી તથા એક  અજાણ્યા શખ્સ સામે ગુનો પોલીસ મથકે દર્જ થયો હતો. આ શખ્સોએ એક કિશોરી તથા એક યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમની છેડતી કરી હતી તથા એક વ્યક્તિને માર માર્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીથી એક કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી, જેને અજાણ્યો શખ્સ તેને લઇ ગયો હોવાનું પોલીસ મથકે નોંધાયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ  ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd