• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

થાન જાગીરમાં સળંગ છઠ્ઠા વર્ષે નવરાત્રિના નવ દિવસ ખડગ પર નિર્જળમૌન તપ

થાન જાગીર (તા.નખત્રાણા), તા. 6 : આશાપુર મંદિર થાન જાગીર ખાતે નાથ સંપ્રદાય દ્વારા આસો નવરાત્રિ ખડગ અનુષ્ઠાનનાં આયોજન માટે બેઠક મળી હતી. થાન જાગીરમાં પીર યોગી સોમનાથજી ગુરુ હીરાનાથજીની અધ્યક્ષતામાં, યોગી મહેશનાથજી દાદા (ધીણોધર ડુંગર)ની હાજરીમાં મળેલી બેઠકમાં નવરાત્રિ ખડગ અનુષ્ઠાનનાં આયોજન અંગે ચર્ચા કરાઈ હતી. પીર સોમનાથજી દાદાએ સતત 12 વર્ષ સુધી ખડગ અનુષ્ઠાન તપ કર્યા બાદ શિષ્ય યોગી મોજનાથજી ગુરુ સોમનાથજી સળંગ છઠ્ઠા વર્ષે ખડગ પર નવ દિવસ નિર્જળ મૌન તપ આદર્શે. તા.11-10-2026થી શરૂ થનારા તપનો તા. 19-10-2026ના સમાપન થશે. તપસ્યાના સમાપને શોભાયાત્રા, હોમ હવન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે ગોધિયાર, બીજા દિવસે હીરાપર, ઉલટ, જિંદાય, ત્રીજા દિવસે ચંદ્રનગર, ચોથા દિવસે બિબર, પાંચમા દિવસે ખારડિયા, નાની ગોધિયાર, છઠ્ઠા દિવસે વંગ, ડાડોર, સાતમા દિવસે અરલ નાની, મોટી ગોધિયાર, આઠમા દિવસે ચાવડકા, દેવીસર, ભડલી અને નવમા દિવસે તમામ ગામોના ભાવિકો દ્વારા સેવા અને રાત્રિ ભજન-સત્સંગ યોજાશે. બેઠકમાં સંતો કાલીનાથજી (ભીમસર), અજયનાથજી સંતોષનાથજી (ભડલી), દિલાવરસિંહ જાડેજા, મોહનભાઈ આહીર, મહેન્દ્રસિંહ સોઢા, હિતેન્દ્રસિંહ સોઢા, ગુમાનસિંહ સોઢા, રાજવીરસિંહ સોઢા, મંગલસિંહ સોઢા, રવાભાઈ આહીર, દાદા ભીમા, ભચાભાઈ આહીર, ભૂપતસિંહ સોઢા, લધુજી સોઢા, શક્તિસિંહ જાડેજા, સાંગાજી સોઢા, હઠુભા જાડેજા, ભવાનીસિંહ સોઢા, સ્વરૂપસિંહ વગેરે હાજર રહ્યા હતા. ગોધિયાર મોટીથી  થાન જાગીરનો રસ્તો બિસમાર હોઈ મરંમત માટે પીડબલ્યુડી (પંચાયત)ને રજૂઆત કરાઈ હતી. સંચાલન છગનલાલ ઠક્કરે, આભારવિધિ સુરૂભા સોઢાએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd