• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

લખપતમાં નાટકની પરંપરા હવે લુપ્ત, ઘડુલીમાં પડદો ઊંચકાશે

વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા.6 : લખપત તાલુકામાં વર્ષા પૂર્વે ઘડુલી, ધારેશી, દયાપર, વિરાણી, સિયોત વિસ્તારમાં નવરાત્રિ દરમ્યાન નાટક યોજાતાં ગામના જ યુવાનો પાત્ર ભજવતા. આ પરંપરા હવે લુપ્ત થવાના આરે છે, પણ ઘડુલી ગામમાં આ વર્ષે નવરાત્રિ દરમ્યાન ત્રણ નાટક યોજી પરંપરાને પુન:ર્જીવિત કરવા કોશિશ કરાઇ છે. ઘડુલી પાટીદાર યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ સાંખલાએ જણાવ્યું હતું કે, ત્રણ-ચાર વર્ષ પહેલાં ઘડુલીમાં નાટક થયા પછી બંધ થઇ ગયા. આ વર્ષે નાટક યોજાશે. નાટકમાં મોટાભાગે 25 વર્ષથી નીચેની ઉંમરના એટલે કે નવી પેઢી ભાગ લઇ રહી છે, જેનો હેતુ છે કે આવનારા વર્ષોમાં નવી પેઢી તૈયાર થાય. 1976માં નવેનવ દિવસ નાટક થયા તેના પેમ્ફલેટ 50 વર્ષ થયા સાચવેલા પડયા છે. પેમ્ફલેટ બતાવતાં કહ્યું હતું કે, તે સમયે હરિશ્ચંદ્ર તારામતી, જય ચિતોડ, રાજયોગી ભરથરી, રામરાજ્ય, ગરીબ કન્યા, શેઠ શાગાળાયાને દાનેશ્વર કર્ણ જેવા નાટક ભજવાતા. આસો સુદ પૂનમના તા. 8/10/1976ના પાનધ્રો મંદિર લાભાર્થે ઘડુલીના યુવાનોએ નાટકનું આયોજન કર્યું હતું. હાલમાં નવરાત્રિ મંડળના પ્રમુખપદે પ્રેમજીભાઇ પટેલ સેવા આપે છે, તે વખતે પાત્ર પણ ભજવતા. હાલમાં ઘડુલી સત્યનારાયણ મંદિરના ઉપરના માળે યુવાનો નાટક માટે રિહર્સલ કરી રહ્યા છે અને રાત્રે ઐતિહાસિક નાટકના `છપા'થી ચોક ગાજી ઊઠે છે. તા.11/10ના રાત્રે `પાંજો કચ્છ યાને ઝારાનું યુદ્ધ', તા.13/10ના `છગન મગનના છાપરે લગન', તા. 14/10/ 26ના કચ્છ કેશરી યાને અબડો જામ નાટક ભજવાશે. બંને ઐતિહાસિક નાટકમાં લખપત અને અબડાસા તાલુકાની ઐતિહાસિક ગાથા છે અને ઘડુલીના આ બંને નાટક પ્રિય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd