• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

હોર્મુઝમાં જહાજ પર હુમલો : 11 ભારતીયને ઈજા

દુબઈ, તા. 6 : ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલાં વાણિજ્યિક જહાજ પર હુમલો કરાતાં ચાલકદળના 11 ભારતીયને ઈજા પહોંચી હતી. પનામાનો ધ્વજ ધરાવતા આ જહાજ પરના 19 ક્રૂ સભ્યમાંથી 17 ભારતીય હતા. વિદેશ મંત્રાલયે હુમલાની ઘટનાની જાણકારી આપવાની સાથે તેને કડક શબ્દમાં વખોડયો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, એમટી ઓન પીસ નામનું જહાજ જ્યારે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું તે વખતે હુમલાનું નિશાન બન્યું હતું. હોર્મુઝનું સમુદ્રી ક્ષેત્ર અંતરરાષ્ટ્રીય વ્યાપારની દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. હુમલામાં જહાજ પર સવાર 11 ભારતીયર ક્રૂ સભ્ય ઘાયલ થયા હતા. ઘટના બાદ તેમની સુરક્ષાને લઈને તત્કાળ પગલાં ભરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓમાનના અધિકારીઓની મદદથી ઈજાગ્રસ્ત ભારતીય ક્રૂ સભ્યોને જહાજમંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મંત્રાલયે હુમલાની ઘટનાને વખોડી હતી અને ભારતીય નાગરિકોની સલામતીને પ્રાથમિકતા ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, આ ક્ષેત્રમાં જહાજો પર સતત થઈ રહેલા હુમલા ભારત માટે ઊંડી ચિંતાનો વિષય છે. અમે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા જાળવી રાખવા અને આવા હુમલાઓને તુરંત રોકવાની માગણીઅનો પુનરોચ્ચાર કરીએ છીએ. આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો, નાવિકો અને સામાન્ય લોકોથી જોડાયેલાં માળખાંઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોથી જહાજોના પરિવહન અને વ્યાપારને જેમ બને તેમ જલ્દી યથાવત્ કરવો જોઈએ એમ મંત્રાલયે જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd