ગાંધીધામ, તા. 6 : અહીંની બી- ડિવિઝન પોલીસે માદક પદાર્થના ગુનામાં કાયદાથી
ભાગતા ફરતા અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી મનોજ ઉર્ફે લંગડો ભાગવત શર્મા
(ઉ.વ. 32, રહે. કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી, ગલી નં. 3, ગાંધીધામ)ની અટક કરવામાં આવી
હતી. આરોપી સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો
હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા ચાર મહિનાથી નાસતો-ફરતો હતો. આરોપી ગાંધીધામ
ખાતે જ હાજર હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ
હાથ ધરી છે.