• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ચેક પરતના ચાર જુદા-જુદા કેસમાં એક-એક વર્ષની કેદ અને દંડની સજા

ભુજ, તા. 6 : ચેક પરતના જુદા-જુદા ચાર કેસમાં આરોપી નીતીન વસંતલાલ કેશવાણી અને તેના પત્ની હેમાલી નીતીન કેશવાણીને ભુજની જ્યુડિશિયલ કોર્ટે દરેક કેસમાં એક-એક વર્ષની સાદી કેદ અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. ફરિયાદી અરવિંદ શંકરજી ગોરે નીતીન કેશવાણીને સંબંધના નાતે રૂા. 5ાંચ લાખ ઊછીના આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો, જ્યારે ઊર્મિલાબેન અરવિંદભાઈ ગોરે કૌટુંબિક સંબધના નાતે રૂા. પાંચ લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં અપાયેલો ચેક પરત ફર્યો હતો. જ્યારે દેવ નીતીનભાઈ રાજગોરે પણ કૌટુંબિક સંબંધની રૂએ આરોપીને રૂા. બે લાખ આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક બેંકમાંથી પાછો ફર્યો હતો, તો હેમાલી નીતીન કેશવાણીને નાણાંની જરૂરિયાત હોતાં ફરિયાદી ઝલક મહેશભાઈ માહેશ્વરીએ રૂા. ચાર લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલે અપાયેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. આ ચારેય કેસમાં અદાલતે વિવિધ પુરાવાઓ તપાસી દંપતીને તકસીરવાન ઠેરવ્યા હતા અને ચારેય કેસમાં એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કોર્ટે ચેકની રકમ વળતર પેટે ફરિયાદીઓને ચૂકવવા હુકમ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં તમામ ફરિયાદી વતી ધારાશાત્રી ડી. જે. ઠક્કર હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd