• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

વરસામેડીમાં કારની હડફેટે બાઇકચાલક યુવાનનું મોત

ગાંધીધામ, તા. 30 : અંજારના વરસામેડી ગામમાં માર્ગ ઓળંગતા બાઇક ચાલકને કારે હડફેટે લેતાં બાઇક ચાલક રાજેશ મ્યાજર વરાયા નામના યુવાનનું મોત થયું હતું. વરસામેડીમાં ગત તા. 28/8ના આ જીવલેણ બનાવ બન્યો હતો. રાજેશ નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12 એ.એમ.-1477 લઇને માર્ગ ઓળંગીને પસવારી બાજુના રોડ બાજુ જઇ રહ્યો હતો તેવામાં અંજાર તરફથી પુરપાટ આવતી કાર નંબર જી.જે. 37 જે-6192એ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ સ્થાનિકે બાદમાં વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તપાસીને ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે લાલજી બેચરા વરાયાએ કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. અકસ્માત વેળાએ ફરિયાદી ત્યાં જ હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

Panchang

dd