ગાંધીધામ, તા. 30 : શહેરના રેલવે મથકેથી બે શખ્સોને
પકડી પાડી પોલીસે રૂા. 28,125નો દારૂ જપ્ત
કર્યો હતો. બનાવમાં દારૂ મોકલનારા તથા મગાવનારાનું નામ બહાર આવ્યું હતું. શહેરના રેલવે
પ્લેટફોર્મ નંબર એક ઉપર રેલવે પોલીસ હાજર હતી, દરમ્યાન બેગ લઇને આવતા બે શખ્સો શંકાસ્પદ જણાતાં તેમની પાસે રહેલા થેલાની તપાસ
કરાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. રાજસ્થાનના બાડમેર, ખારિયાતલા,
ચકમોખાવામાં રહી અભ્યાસ કરતા ઓમપ્રકાશ ગોમારામ જાટ તથા મુકેશકુમાર ગોવિંદ
જાટની અટક કરાઇ હતી. બંને પાસેથી ગ્રીનલેબલના 180 એમ.એલ.ના 96 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના
129 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 28,125નો દારૂ જપ્ત કરાયો હતો. રાજસ્થાન
જોધપુરના વિષ્ણુ પ્રજાપતિએ આ દારૂ મોકલાવ્યો હતો અને બંને યુવાનોને રૂા. 10,000 આપ્યા હતા. આ દારૂ અહીં સ્થાનિકના
પ્રહલાદ સોઢાને આપવાનો હતો. બનાવ અંગે આગળની
વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે.