મુંદરા, તા. 31 : અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મુંદરા કોર્ટ દ્વારા ચેક બાઉન્સના અલગ-અલગ ત્રણ કેસમાં ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો
થયો હતો. ફોજદારી કેસ નં. 1739/ 2019માં આરોપી લખમશી પુનશી મહેશ્વરી, રહે. માંડવીને પુરાવાઓ અને કેસની હકીકતોના આધારે
નિર્દોષ જાહેર કરાયા હતા. ફોજદારી કેસ નં. 853/2021માં આરોપી ધીરજ લાલજીભાઈ વિંઝોડા, રહે. મુંદરાને પણ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર
કરવામાં આવ્યા હતા. આ બંને કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ કાનજીભાઈ સોંધરા હાજર રહ્યા
હતા. જ્યારે ચેક બાઉન્સના અન્ય એક કેસ નંબર 2099/ 2021માં આરોપી અકબર ઈશાક કુરેશી, મુ.
ભદ્રેશ્વર , તા. મુંદરાનો નિર્દોષ છુટકારો થયો હતો. આરોપી તરફે
વકીલ આઈ. એ. મેમણ હાજર રહ્યા હતા.