• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ખાવડા બાજુથી શંકાસ્પદ ડીઝલ સાથે શખ્સ પકડાયો

ભુજ, તા. 30 : ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ આધાર-પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે આધાર-પુરાવા વગરના આશરે 200 લિટર ડીઝલ કિ. રૂા. 19,600 સાથે પન્નાલાલ રામકુમાર યાદવ (રહે. આર.ઈ.પાર્ક, ખાવડા, મૂળ ઉત્તરપ્રદેશ)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઈ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, જીવરાજ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd