ગાંધીધામ, તા. 26 : કિડાણાની પિન્કસિટી સોસાયટીમાં
રહેનાર અશોકચંદ બિરાડીચંદ ચૌહાણ (ઉ.વ. 48) નામના આધેડનું મોત થયું હતું. કિડાણાની પિન્કસિટી સોસાયટીના
મકાન નંબર 95માં ગઇકાલે સવારે અપમૃત્યુનો બનાવ બન્યો
હતો. અહીં રહેનાર અશોકચંદ નામના આધેડ પોતાના ઘરે હતા, ત્યારે બાથરૂમમાંથી બહાર નીકળતા સમયે નીચે પડી
જતાં બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને તપાસીને
મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.