ગાંધીધામ, તા. 22 : ચેક રિટર્નના કેસમાં ભચાઉની કોર્ટે આરોપીને કેદ અને દંડની સજા
ફટકારી છે.આ કેસની પૂર્વ વિગતો મુજબ
ફરિયાદી રમેશભાઈ વેલજીભાઈ વારોત્રાએ આરોપી મિત્ર કેવલ જીવણદાસ દુઘરેજિયાને 10 લાખ અને તે સિવાયની રકમ પણ
આપી હતી. આરોપીએ પાંચ પાંચ લાખના બે ચેક આપ્યા
હતા તે પરત થયા હતા. નોટિસ આપ્યા બાદ પણ આરોપીએ
પૈસા ચૂકવ્યા ન હતા. ફરિયાદીએ નેગોસીએબલ એક્ટ
તળે ફરિયાદ કરી હતી. કોર્ટે કાયદેસરનું લેણું
માની આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર
પેટે 10 લાખ 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો
હતો. વળતર ન ચૂકવે તો વધુ બે મહિનાની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ ભરત પ્રજાપતિ, જગદીશ
વી. પ્રજાપતિ, અક્ષય
ઠક્કર, ભાર્ગવ દરજીએ
હાજર રહી દલીલો કરી હતી.