ભુજ, તા. 7 : મુંદરાના સમાઘોઘામાં જિંદાલ
સો લિ. કંપનીમાં સીડીનાં કામ દરમ્યાન સીડી પરથી 29 વર્ષીય યુવાન અજયકુમાર જીવાધન મહતો પટકાતાં તેનું ગંભીર ઈજાના
પગલે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ ગત
તા. 5/4ના સવારે સમાઘોઘામાં જિંદાલ
સો લિ. કંપનીના એસડીપી-2 પ્લાન્ટમાં
જૂની લોખંડની સીડી કાઢી નવી લોખંડની સીડી નાખવાનાં કામ દરમ્યાન સીડી પરથી અજયકુમાર
મહતો પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી,
જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી
તજવીજ આદરી છે.