• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

માધાપર પાસે મોપેડસવાર વૃદ્ધ દંપતિના અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

ભુજ, તા. 2 : પાંચેક દિવસ પૂર્વે માધાપરના વૃદ્ધ દંપતી મોપેડથી કથામાંથી આવી રહ્યા હતા ત્યારે ધોરીમાર્ગ પર બાઇક સાથે અકસ્માત થતાં ભરતભાઇ ખેતશીભાઇ ચારણનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ચાર દિવસ પહેલાં શહેરના પ્રભુનગર રેલવે ફાટકથી નલિયા વચ્ચે બાઇકચાલક આધેડ વયના મહેશભાઇ ગગાભાઇ ડુડિયાને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેમનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. માધાપર રહેતા વૃદ્ધ દંપતી ભરતભાઇ અને ભારતીબેન ગત તા. 29/3ના માધાપરની મોરારિ બાપુની કથાથી તેની મોપેડ નં. જી.જે. 12-સી.એસ. 8048થી બપોરે પરત ફરતા હતા ત્યારે તુલસી હોટલ સામે સાઇડ સિગ્નલ બતાવી વળતા હતા તેવા ભુજોડી બાજુથી આવતી બાઇક નં. જી.જે. 12-એચ.ઇ. 7751વાળાએ પૂરપાટ બાઇક ચલાવીને અથડાવી દેતાં વૃદ્ધ દંપતીને ઇજા પહોંચતાં જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભરતભાઇને માથામાં અને શરીરે ગંભીર ઇજાના પગલે તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તા. 30/3ના તેમનું મૃત્યુ થયું હતું. માધાપર પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ મૂળ રેહા સુમરી હાલે પ્રભુનગર-ભુજમાં રહેતા મહેશભાઇ ડુડિયા ગત તા. 30/3ના બપોરે 2.15 વાગ્યાના અરસામાં તેમના કબજાની બાઇક લઇને પ્રભુનગર રેલવે ફાટક પાસે રતિયા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેમને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન આજે મહેશભાએ અંતિમ શ્વાસ લીધાની વિગતો સંબંધિતો પાસેથી મળી છે. 

Panchang

dd