• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ચેક પરતના કેસમાં મોટા કાદિયાના શખ્સને છ માસની કેદની સજા

ભુજ, તા. 2 : ચેક પરતના કેસમાં મોટા કાદિયાના આરોપી નવીનભાઇ દાનાભાઇ સોલંકીને નખત્રાણા કોર્ટે તક્સીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ટોડિયાના ફરિયાદી દીપુભા કેશુભા આમરે આરોપી મોટા કાદિયાના નવીનભાઇ દાનાભાઇ સોલંકીને હાથ ઉછીના રૂપિયા 50 હજાર આપ્યા હતા. તે વખતે આરોપી નવીનભાઇએ આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ નખત્રાણા કોર્ટમાં ફરિયાદ કરતાં અધીક ચીફ જ્યુ. મેજિ.એ આરોપી નવીનભાઇને કસૂરવાન ઠેરવી છ માસની સાદી કેદ અને રૂા. 50 હજાર ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી પક્ષે ધારાશાત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા હાજર રહ્યા હતા. - ચેક પરતમાં ભાગીદાર પેઢી તથા ભાગીદારને એક વર્ષની કેદનો હુકમ : ભુજ, તા. 2 : ચેક પરત થયાના કેસમાં ભાગીદારી પેઢી તથા ભાગીદારને એક વર્ષની કેદ તથા દંડની સજાનો હુકમ કોર્ટે કર્યો છે. ફરિયાદી શ્રીરામ પેસ્ટીસાઇડ પેઢીના ભાગીદાર જગદીશ રૂડાણી (રહે. ભુજ)એ આરોપી આર.કે. એગ્રો સેન્ટર ભાગીદાર પેઢી તથા ભાગીદાર સુરેશ પ્રવીણ પીંડોરિયાને ખેતી માટે વપરાતી દવા તથા બિયારણનું વેચાણ કર્યું હતું જે પેટે આરોપીઓની પેઢીએ ચેક લખી આપ્યો હતો. આ ચેક પરત ફરતાં ફરિયાદીએ ભુજની ચીફ જ્યુ. મેજિ. કોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ ચાલી જતાં આરોપી આર.કે. એગ્રો સેન્ટર ભાગીદાર પેઢી તથા ભાગીદાર સુરેશ પ્રવીણ પિંડોરિયા (રહે. રોહા, તા. નખત્રાણા)ને તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. બે લાખ દંડ અને ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી પેઢી વતી વકીલ કે. એમ. ધુવા, સી. એસ. મહેશ્વરી, દીપક કે. મહેશ્વરી હાજર રહ્યા હતા. 

Panchang

dd