• ગુરુવાર, 22 મે, 2025

દુર્ગાપુરના ટેલિફોન એક્સચેન્જની છત ઉપર શરાબનું વેચાણ !

ભુજ, તા. 20 : માંડવી તાલુકાના દુર્ગાપુરમાં ટેલિફોન એક્સચેન્જની છત ઉપર ગેરકાયદેસર રીતે થતું શરાબનું વેચાણ સામે આવતાં પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસને શરાબની 36 બોટલ મળી આવી હતી, પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો.આ અંગે માંડવી પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ આજે બપોરે માંડવી પોલીસને બાતમી મળી હતી કે, દુર્ગાપુર નવાવાસમાં રહેતો હુસેની ઉર્ફે કારો સલીમ શેખજાદા પોતાના ઘરની આગળ આવેલી ટેલિફોન એક્સચેન્જની છત ઉપર દારૂની બોટલો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. આ બાતમીના આધારે માંડવી પોલીસે પંચોને સાથે રાખી દરોડા પાડતાં બાતમીવાળા સ્થળેથી વ્હીસ્કીની અલગ-અલગ બ્રાન્ડની 36 બોટલ કિં. રૂા. 23,208નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હુસેની હાજર મળ્યો ન હતો. પોલીસે શરાબ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd