• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ધિરાણ પેટે આપેલો ચેક પરત થતાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 29 : બેંકમાંથી લીધેલા ધિરાણ પેટે આપેલો ચેક પરત ફરતાં થયેલા કેસમાં સણવા (તા. રાપર)ના આરોપી દેવરાજભાઇ ભૂરાભાઇ ચૌધરીને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આરોપી દેવરાજભાઇ ચૌધરી (રહે. સણવા, તા. રાપર)એ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. પાસેથી રૂા. 4.10 લાખનું ધિરાણ લીધું હતું, જે આરોપીએ નિયમિત રીતે ન ચૂકવતાં તેના પર રૂા. 10,72,811 ચડત થતાં ધિરાણ પેટે બેંકને આપેલો ચેક બેંકે તેમાં ચડત રૂા. 10,72,811 ભરી વટાવા નાખતાં ચેક પરત થયો હતો. આથી બેંકે આરોપી સામે કેસ કરતાં ભુજના ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી 12 માસની સાદી કેદ તથા ચેકની બમણી રકમ હુકમની તારીખથી છ માસમાં વળતર પેટે ફરિયાદી બેંકને ચૂકવી આપવી. જો વળતર ન ચૂકવે તો વધુ બે માસની કેદનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી બેંક વતી એડવોકેટ મિતેષ વી. ગોસ્વામી, કિશન જે. ગોસ્વામી, રાજેશ એસ. મહેશ્વરી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd